આજે સાઈકલ દિવસ : સાઈકલની શોધ મેકમિલને (સ્કોટલેન્ડ) 1840માં કરી હતી..

- text


2018થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 3 જૂને વિશ્વ સાયકલ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી

આજે તા. 3ના રોજ વર્લ્ડ બાયસિકલ ડે એટલે કે વિશ્વ સાઇકલ દિવસ છે. 2018થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિનની શરૂઆત કરવામાં આવી છે. વાતાવરણમાં થતા હાનિકારક ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ સમગ્ર વિશ્વ પીસાઈ રહ્યું છે. તેમજ વાહનોના કારણે થઇ રહેલ પ્રદૂષણને લીધે થતું સ્વાસ્થ્યને નુકસાન વૈશ્વિક સમસ્યા બની છે. ત્યારે હવે પર્યાવરણ અને સ્વાસ્થ્યના જતન માટે સાયકલનો ઉપયોગ આવશ્યક છે. આથી, સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને આજે વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે.

સાઇકલનો ઇતિહાસ

ઇ.સ. 1817માં કાર્લ વોન ડેરિસ નામના જર્મન વિજ્ઞાાનીએ માત્ર બે પૈડાંનું વાહન બનાવ્યું તેમાં પેડલ નહોતા. પરંતુ સવારી કરીને પગ વડે જમીનને ધક્કો મારી ચલાવાતું. આ હતી વિશ્વની પ્રથમ સાઈકલ. જો કે તેને તે જમાનામાં ‘ડ્રેસાઈન’ કહેતાં.

- text

વિમાનની શોધ કરનાર રાઈટ ભાઈઓ ઓહાયોમાં ડેટન ગામમાં સાઈકલ રીપેરિંગનું કામ કરતાં.

ઇ.સ. 1840માં સ્કોટલેન્ડના કર્કપેટ્રિક મેકમિલન નામના કારીગરે સાઈકલના પૈડા વચ્ચે ધરી સાથે પેડલ બનાવ્યા. તેના પેડલ આગળના વ્હીલની વચ્ચે હતા અને તે વ્હીલ ખૂબ જ મોટું હતું. આ સાઈકલને ‘વેલોસીપેડ’ કહેતા.

ઇ.સ. 1879માં હેનરી લોસન નામના કારીગરે વચ્ચે પેડલ અને ચેઈનવાળી સાઈકલ બનાવી. આ સાઈકલને સેફટી બાઈસિકલ કહેતા.

ઇ.સ. 1888માં જોહન ડનલોપ નામના વિજ્ઞાાનીએ રબરના ટાયરની શોધ કરી ત્યાં સુધી સાઈકલના પૈડા લાકડા કે લોખંડના બનતા.

ઇ.સ. 1890 પછી જાણે સાઈકલનો સૂરજ ઉગ્યો. તે એક અગત્યનું વાહન બની ગઈ.

- text