હળવદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


હળવદ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી

હળવદ : હળવદના કવાડિયા ગામ પાસે નીકળતી કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તેમજ મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં ખંડીયા હનુમાનજી મંદિર સામે નીકળતી કેનાલમાં આજે આશરે 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ તરતી જોવા મળતા સ્થાનિક લોકોએ લાશને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવની જાણ થતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના હાથે ઇજાના નિશાન જોવા મળ્યા છે. જોકે, હાલના તબક્કે મૃતકના વાલી વારસ ન મળતા લાશને મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. ત્યારે મૃતકના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો હળવદ પોલીસ મથક નંબર 63572 40715 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text