નેશનલ ન્યુઝ : કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રાજસ્થાનમાં બાળકો ઝપટે ચડ્યા

- text


મે મહિનામાં હજારો બાળકો કોરોના સંક્રમિત બન્યા

મોરબી : કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી લહેર શરૂ થઈ હોય તેવી સ્થિતિ રાજસ્થનમાં જોવા મળી છે અને મે મહિનાના શરૂઆતના 16 દિવસમાં જ હજારો બાળકો કોરોના સંક્રમિત બન્યા હોવાનું સામે આવ્યું છે.

કોરોના મહામારીની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રાજસ્થાનના દૌસા જિલ્લામાં 341 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ તમામની ઉંમર 0થી 18 વર્ષ સુધીની છે. આ તમામ કેસ ચાલુ મે માસ દરમિયાન નોંધાયા છે. જો કે પોઝિટિવ આવેલા કોઈ બાળકની સ્થિતિ સીરિયસ ન હોવાનું જિલ્લા વહીવટી તંત્ર જણાવી રહ્યુ છે અને હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

- text

નોંધનીય છે કે, નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોરોના સંક્રમિત બાળકોમાં સામાન્યરૂપે હળવો તાવ, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક, સૂંઘવા-સ્વાદની ક્ષમતા ઘટવી જેવા લક્ષણો જોવા મળતા હોવાનું તબીબી વર્તુળો જણાવી રહ્યા છે.

- text