મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ મધમાખી દિવસની ઓનલાઇન ઉજવણી

- text


મોરબી : ગઈકાલે તા. 20ના રોજ વિશ્વ મધમાખી દિવસ હતો. જેને અનુલક્ષીને અને વર્તમાન સમસ્યાને ધ્યાનમાં લઈને મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં હેતલબેન પડસુંબિયાએ દરેકનું સ્વાગત કર્યા બાદ ડો. ડી. એસ. હિરપરા, ડો. ડી. બી. સીસોદીયા, ડો. ડી. એ. જેઠવા, ડો. એલ. એલ. જીવાણી તેમજ ડી. એ. સરડવાએ ખેડૂતોને મધમાખીની વિવિધ જાતો, મધ એકત્રિકરણ પદ્ધતિ, પરાગનયન માટે મધમાખીનો બચાવ જેવા વિવિધ વિષયો પર માહિતી આપી હતી. મોરબી જિલ્લાના હળવદ ગામના મધમાખી પાલન કરતા કમલેશભાઈ પટેલ દ્વારા તેમના અનુભવો અંગે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 53 જેટલા મોરબી જિલ્લાના ખેડૂતો તેમજ ઓફિસરોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જી. એસ. ઝાલા અને વી. વી. ઠાકોર એ ખૂબ મહેનત કરેલ હતી, તેમ કેન્ન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- text

- text