મોરબીમાં મચ્છીપીઠ બાદ ખાટકીવાસમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર

- text


મોરબી: મચ્છીપીઠમાં થયેલી જૂથ અથડામણ અને આ દરમ્યાન પોલીસકર્મી પણ ઘાયલ થતાં પોલીસે ગેરકાયદે દબાણો પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું હતું. મોરબી પાલિકા સાથે સયુંકત ઓપરેશનમાં ગેરકાયદે મકાનો, દુકાનો, છાપરા, ઓટલા સહિતના બાંધકામો પર તંત્રની તવાઈ ઉતરી હોય એમ આજે બુધવારે સવારે મચ્છીપીઠમાં માર્ગ પહોળો કરવામાં અવરોધરૂપ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા બાદ બપોરે ડીમોલેશન ટિમ શક્તિ ચોક, ખાટકીવાસમાં પહોંચી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાકર્મીઓએ શક્તિચોક, ખાટકીવાસમાં ગેરકાયદે 15 જેટલા છાપરા, ઓટલા, દુકાનો, કેબીનો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી હતી. આ સમયે લોકોના ટોળા એકત્રિત ન થાય એ માટે અગમચેતીના પગલાં લેવાયા હતા. આમ આજે બુધવારનો દિવસ મોરબી પાલિકા માટે ડીમોલેશનનો દિવસ રહ્યો હતો.

- text

- text