મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સરળતાથી ઇન્જેક્શનો મળી રહે તેવી વ્યવસ્થા કરવા ભાજપ અગ્રણીની માંગ

- text


મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી બિપિન દવે દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકોરમાઇકોસીસનો રોગ માથું ઊંચકી રહ્યો છે. જેમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય લોકો રોગનો ભોગ રહ્યા છે. આ રોગ માટેની સારવાર અતિ ખર્ચાળ છે. અમદાવાદ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ રોગ માટે ખાસ વોર્ડ તૈયાર કરાવેલ છે. ત્યારે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સરળતાથી ઇન્જેક્શનો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી બિપિન દવે દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવ્યું હતું કે,અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનમાં ખૂબ વેઇટિંગ હોઈ છે. જેથી, દર્દીઓને જરૂરી સારવાર સમયસર ન મળવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, નાછૂટકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી અથવા ઘરે રહીને સારવાર કરવી પડે છે. જે ખૂબ ખર્ચાળ છે. જેમાં હળવદ તાલુકામાં ૧૦થી વધુ આ રોગથી પીડિત દર્દીઓ છે. હાલમાં એક ઇન્કેકશનની કિંમત આશરે ૬૫૦૦ રૂપિયથી ૮૦૦૦ રૂપિયા સુધી છે, પરંતુ તેમને માન્ય કંપનીના ઇન્જેક્શનો મળતા નથી. જ્યારે દર્દીઓને આશરે ૧૮૦ ઇન્જેક્શનોનો કોર્સ કરવો પડે છે. તદઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન અને અન્ય ખર્ચ છ લાખ જેવો થાય છે અને તે અતિ ખર્ચાળ છે. જે ખર્ચને ગરીબ-મધ્યમવર્ગીય પરિવાર પહોંચી વળે તેમ નથી. તેથી, રાજ્ય સરકાર દ્વારા સંબંધિત વિભાગને તાત્કાલિક સૂચના આપી અને સત્વરે સિવિલ હોસ્પિટલમાં દરેક જિલ્લામાં આ રોગ માટે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.

- text