લૂંટાવદર નજીક કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક આવેલા કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

- text

મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના તલાવલી ગામના વતની, હાલ લૂંટાવદર ગામમાં ઓવરસેટ ગ્લોબલ માઇકોન એલ.એલ.પી. કંપનીમાં મજૂરી કામ કરતા અને કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજેશભાઇ મંગબીયાભાઇ ભુરીયા (ઉ.વ. 21)એ ગઈકાલે તા. 17ના રોજ સવારના 7-45 વાગ્યે કોઈ કારણસર લેબર ક્વાર્ટરમાં જાતે ગળે ફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text