‘તાઉ તે’ વાવાઝોડુ : હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થયેલ અપડેટ (10:30 AM)

- text


મોરબી : ભારતીય હવામાન ખાતા દ્વારા સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 09:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે, જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે 205 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 125 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વ-ઉત્તરપૂર્વે 15 કિલોમીટરના અંતરે સ્થિત છે.

- text

”તાઉ તે” વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 08 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 105 થી 115 કિ.મી./કલાક રહેશે, આ ઝડપ 125 કિ.મી./કલાક સુધી વધી શકે છે. આમ વાવાઝોડાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે. અને તેનું જોર પણ ઘટી રહ્યું છે.

- text