વાવાઝોડાના ખતરા વચ્ચે હળવદમાં રાહત રસોડા ધમધમ્યાં

- text


યુવા વાહિની ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા સ્થળાંતરિત લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરાઈ

સુંદરગઢમાં વીજ શોકથી ગાય અને વાછરડાનું મૃત્યુ : વાવાઝોડાને પગલે હળવદની બજાર સંપૂર્ણ બંધ

હળવદ : વાવાઝોડા તૌકતેના ખતરાને જોતા હળવદ પંથકમાં ૯૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશ્રય અપાયા બાદ આ અસરગ્રસ્તો માટે હળવદમાં રાહત રસોડા ધમધમી ઉઠ્યા છે અને હળવદ યુવા વાહિની સંસ્થા સહિતના સેવાભાવીઓ દ્વારા તમામ અસરગ્રસ્તોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ વરસાદે પણ વિરામ લીધો છે. જો કે તાલુકાના સુંદરગઢ ગામે વીજશોક લાગતા ગાય અને વાછરડાનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચારો પણ મળી રહ્યા છે. તેમજ તાલુકાના ખેતરડી ગામ સહિત કેટલાક ગામોમાં વૃક્ષો અને પતરા ઉડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તાલુકાના કેટલાક ગામોમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યાં છે. વધુમાં, વરસાદ અને વાવાઝોડાને પગલે તલના પાકમાં મોટી નુકશાની થઇ હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

- text

- text