મોરબીના પૂર્વ પાલિકા પ્રમુખ ઉપર હુમલાના બનાવમાં ફરિયાદ નોંધાઈ

- text


પાલિકાના પૂર્વ પ્રમુખની ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપર બે દિવસ પહેલા હુમલાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં પાલિકાના પૂર્વ પ્રમુખે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ આશાપાર્ક સોસાયટી બ્લોકનં.૧૦માં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કેતનભાઇ અમૃતલાલ વિલપરા (ઉ.વ.૩૫) એ આરોપીઓ જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા (રહે.મોરબી બોરીચાવાસ) અને જાવેદ અખ્તરભાઇ બ્લોચ (રહે. મોરબી મકરાણીવાસ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ મોરબીના શનાળા રોડ જી.આઇ.ડી.સી.ના નાકે જી.કે.ફુડ સામે ફરિયાદી પોતાના મિત્ર સાથે બેઠા હતા. ત્યારે ફરીયાદીએ ગયા વર્ષે લોકડાઉન સમયે આરોપીઓને સરદારબાગ પાસેના પાણીના સમ્પ પાસે બેસવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખી આરોપીઓએ છરી વડે ફરીયાદીના જમણા હાથની ટચલી આંગળીમા ઇજા કરી તેમજ પાઇપ વતી મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારીનાખવાની ધમકી આપી હતી.

આ બનાવની એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text