MCX પખવાડિક રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 548 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 845 પોઈન્ટની મૂવમેન્ટ

- text


એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ. 63ની વૃદ્ધિ : તેલમાં નરમાઈ : કપાસ, કોટન, રબર અને સીપીઓમાં સાર્વત્રિક સુધારો

સોના-ચાંદીમાં તેજીનો માહોલ : સોનાનો વાયદો રૂ. 939 અને ચાંદીનો વાયદો રૂ. 2,719 ઊછળ્યો

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 15 મેના પખવાડિયા દરમિયાન 47,79,573 સોદાઓમાં કુલ રૂ.3,36,222.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.939 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.2,719 ઊછળ્યા હતા. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, રબર અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાના સંચાર સામે મેન્થા તેલ નરમ બંધ થયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 548 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 845 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 25,51,446 સોદાઓમાં કુલ રૂ.1,33,360.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.46,921ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,144 અને નીચામાં રૂ.46,650 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.367 અથવા 2.01 ટકા વધી રૂ.47,676ના મથાળે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.682 અથવા 1.82 ટકા વધી રૂ.38,226 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.80 અથવા 1.72 ટકા વધી રૂ.4,732ના મથાળે બંધ થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,859 ખૂલી, રૂ.937 અથવા 2 ટકા વધી રૂ.47,682ના મથાળે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.68,807ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,699 અને નીચામાં રૂ.68,607 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.2,719 અથવા 3.98 ટકા વધી રૂ.71,085ના મથાળે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,667 અથવા 3.9 ટકા વધી રૂ.71,119 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,670 અથવા 3.9 ટકા વધી રૂ.71,117ના મથાળે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 14,44,525 સોદાઓમાં કુલ રૂ.89,716.42 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો પખવાડિયાના પ્રારંભે રૂ.4,733ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4,938 અને નીચામાં રૂ.4,640 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે 1 બેરલદીઠ રૂ.63 અથવા 1.33 ટકા વધી રૂ.4,786 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.60 અથવા 0.73 ટકા ઘટી રૂ.216.40ના મથાળે બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 29,315 સોદાઓમાં રૂ.4,464.36 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.1237ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1266.50 અને નીચામાં રૂ.1233 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.38.50 અથવા 3.14 ટકા વધી રૂ.1265ના મથાળે બંધ થયો હતો.

- text

આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.21,520ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.22,420 અને નીચામાં રૂ.21,520 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.170 અથવા 0.78 ટકા વધી રૂ.22,050ના મથાળે બંધ થયો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1172.50ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1253.40 અને નીચામાં રૂ.1171.70 ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.92.80 અથવા 8.03 ટકા વધી રૂ.1248.50ના મથાળે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.746 અથવા 4.43 ટકા વધી રૂ.17,582 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.3.70 અથવા 0.38 ટકા ઘટી રૂ.963.30ના મથાળે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 4,69,904 સોદાઓમાં રૂ.55,442.11 કરોડનાં 1,16,716.513 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 20,81,542 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.77,918.47 કરોડનાં 10,987.803 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 5,46,139 સોદાઓમાં રૂ.42,376.78 કરોડનાં 8,84,93,500 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 8,98,386 સોદાઓમાં રૂ.47,339.64 કરોડનાં 2,17,71,71,250 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ..85 કરોડનાં 136 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 6,834 સોદાઓમાં રૂ.837.88 કરોડનાં 3,80,050 ગાંસડી ના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 21,856 સોદાઓમાં રૂ.3,605.44 કરોડનાં 2,98,390 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પખવાડિયાના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,948.769 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 417.291 ટન, એલ્યુમિનિયમ 8,065 ટન, જસત 10,575 ટન, તાંબુ 10,707.500 ટન, નિકલ 3,1860 ટન, સીસું 5,365 ટન, ક્રૂડ તેલ 6,42,500 બેરલ્સ અને નેચરલ ગેસ 2,75,63,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 28 ટન, મેન્થા તેલ 30.24 ટન, રબર 225 ટન, રૂ (કોટન) 2,35,625 ગાંસડી, સીપીઓ 76,840 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પખવાડિયા દરમિયાન 48,002 સોદાઓમાં રૂ.3,992.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 28,291 સોદાઓમાં રૂ.2,316.23 કરોડનાં 31,059 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 19,711 સોદાઓમાં રૂ.1,676.66 કરોડનાં 21,736 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પખવાડિયાના અંતે બુલડેક્સ વાયદામાં 873 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 752 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,667 ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,174 અને નીચામાં 14,626 ના સ્તરને સ્પર્શી, 548 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 367 પોઈન્ટ અથવા 2.51 ટકા વધી 14,979 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ મે વાયદો 15,076 ના સ્તરે ખૂલી, 845 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 74 પોઈન્ટ અથવા 0.49 ટકા વધી 15,253 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 2,39,039 સોદાઓમાં રૂ.20,400.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,196.38 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.689.74 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13,510.27 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text