વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

- text


નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્ને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું

વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે વેતન સહિતના પડતર પ્રશ્ને નર્સ સ્ટાફે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે-સાથે નર્સ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્ને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોવિડ કાળમાં નર્સ સ્ટાફ જીવના જોખમે ફરજ બજાવતા હોવા છતાં સરકાર દ્વારા મૂળભૂત હક્કોમાં અન્યાય કરાતો હોવાની વ્યથા રજૂ કરી હતી.

યુનાઇટેડ નર્સ ફોરમના નેજા હેઠળ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્ર જણાવ્યું હતું કે, હાલની કોવિડની પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં નર્સ સ્ટાફ જીવન જોખમે નિષ્ઠઅપૂર્વ ફરજ બજાવે છે. પોતાના પરિવાર કે જીવની પરવા કર્યા વગર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સેવા કરતા હોવા છતાં છતાં વર્ષોથી નર્સ સ્ટાફને પડતર પ્રશ્ને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકારમાં અનેક રજુઆત કરવા છતાં નર્સ સ્ટાફના પદતર પ્રશ્ને કોઈ ધ્યાન આપતું નથી. જ્યારે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ થયેથી નસિંગ પ્રેક્ટીસ કરવાની અનુમતિ મળતી હોય છે. નર્સિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ ઓછામાં ઓછાં ચાલીસથી વધુ વિષયો પર અભ્યાસ કરવાનો હોય છે ત્યારે તે પ્રેક્ટીસ કરવા સક્ષમ બને છે.

- text

વધુમાં, ખાનગી હોસ્પિટલો ખાતે માત્ર સફેદ એપ્રન પહેરી ફરજો બજાવતા અનટ્રેઇન્ડ નર્સીસએ આરોગ્ય અને તબીબી સેવાઓનું મોટામાં મોટું દૂષણ છે અને આ દુષણનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે. કોવિડ સંક્રમણ સારવારમાં રોકાયેલા નર્સીસના કોઈજ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર દ્વારા નિર્ણયો ન લેવાતા ના છુટકે રાજ્યના નર્સીસ પરિવારને પણ અસહકારના આંદોલનરૂપી શસ્ત્રનો ઉપયોગ કરવા મજબૂર બનવું પડયું છે અને નર્સીસનો માનસિક અસંતોષ પરાકાષ્ઠાનો ચરમસીમા પર પહોંચી ગયો છે. આથી, રાજ્ય સરકાર નર્સ સ્ટાફના તમામ પ્રશ્નોને વાચા આપી યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી છે.

- text