મોરબીની એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગની મરામત કરવા માંગ

- text


સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના ઐતિહાસિક બિલ્ડીંગની મરામત કરાવવાની માંગ સાથે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે. ડી. બાવરવાએ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી ખાતે જે લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ છે. જે કોલેજ ભારત દેશમાં સૌથી પહેલી ૧૦ કોલેજો પૈકીની એક છે. આ કોલેજ બનાવવા માટે મોરબીના મહારાજા દ્વારા પોતાનો જુનો મહેલ દાનમાં આપીને કોલેજ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ હતું. આ બિલ્ડીંગ જુનું પુરાણુ અને ઐતિહાસિક છે. વધુમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં અભ્યાસ કરીને ઘણા લોકોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી સરકારમાં સેવા આપીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે અને ઘણા લોકો વિદેશમાં પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓએ આ કોલેજમાં અભ્યાસ કર્યો છે. અને હાલમાં પણ ઘણા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.

- text

આ જુનું બિલ્ડીંગ એક અભૂતપૂર્વ ઈતિહાસ ધરાવે છે. મોરબીના મહારાજાની દીર્ઘ દ્રષ્ટીનો આ જીવતો જાગતો પુરાવો છે અને આ અમુલ્ય સંભારણું છે. તેમજ યાત્રાધામ જેવું જ પવિત્ર સ્થળ છે. મોરબીનું ગૌરવ પણ છે ત્યારે હાલમાં આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવેના સમયમાં આવું બિલ્ડીંગ બનાવવું ખુબ જ કઠીન કામ છે. આવા સંજોગો વચ્ચે એક ઐતિહાસિક સંભારણું ગણીને આ બિલ્ડિંગનું રીપેરીંગ કરવા માંગણી કરી છે. દરેક ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સની પણ મનની ઈચ્છા છે. આ કામ માટે પોતાનાથી થતો સહયોગ પણ આપવા ઘણા લોકો તેયાર થશે. તેથી, આ બિલ્ડીંગનું મરામત કાર્ય કરી મોરબીના ઐતિહાસિક ગૌરવને જાળવવા માંટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

- text