મોરબી પેપરમિલ ઉદ્યોગપતિ પુત્રના 21માં જન્મદિવસે શિક્ષણ માટે આપ્યું 21 લાખનું અનુદાન

- text


કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે 21 લાખની ધનરાશિ અર્પણ કરી

મોરબી : મોરબીના પેપરમિલ ઉદ્યોગપતિ પોતાના વ્હાલસોયા પુત્રના આવતીકાલે 21માં જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી કોરોના મહામારીમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર વિધાર્થીઓ માટે રૂપિયા 21 લાખની ધનરાશિ અર્પણ કરી છે.

મોરબીના રહેવાસી જીવરાજભાઈ ફૂલતરીયાના પૌત્ર અને તીર્થંક પેપરમિલના માલિક કિરીટભાઇ ફુલતરિયા દ્વારા પુત્ર તીર્થકના 21માં જન્મદિવસ પ્રસંગે ફૂલતરીયા પરિવારે પ્રેરણાદાયી ઉજવણી કરવાનું અનેરું આયોજન કર્યું છે. જેમાં જે વિદ્યાર્થીઓને કોરોના લીધે માતા-પિતાએ દુઃખદ અવસાન થયું હોય તેના અભ્યાસ માટે 21 લાખની રકમ અનુદાન આપવામાં આવશે.

- text

મોરબીના જીવરાજભાઈ ફૂલતરીયાના પૌત્ર અને પેપરમિલ એસો. પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાના સુપુત્ર તીર્થકનો તા.7મે ના રોજ 21મો જન્મદિવસ હોય જે દિવસે તેમને અનોખો નિર્ધાર કર્યો છે. જેમાં રૂપિયા 21 લાખની રકમ તેઓ શિક્ષણ માટે અર્પણ કરશે આ કોરોના મહામારીમાં જે વિધાર્થીએ માતા-પિતાનું દુઃખદ અવસાન થયું હોય તેવા વિધાર્થીઓને અભ્યાસમાં મદદ કરવાના હેતુથી રૂપિયા 21 લાખની રકમ તેઓ અર્પણ કરશે. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે અભ્યાસથી વંચિત રહી જતા હોય છે. ત્યારે તીર્થક ફૂલતરીયા પોતાના 21માં જન્મદિવસે રૂપિયા 21 લાખની રકમ શિક્ષણ સેવાકાર્ય માટે અર્પણ કરશે. તેવો નિર્ધાર કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. ત્યારે તેના આ નિર્ણયને દાદા જીવરાજભાઈ અને પિતા કિરીટભાઈ ફૂલતરીયા સહિતના પરિવારજનોએ બિરદાવ્યો છે. અને તેમને શુભાશિષ પાઠવાયા છે.

- text