મોરબી જિલ્લામાં ઉનાળુ બાજરી, મગ અને અળદનું પુષ્કળ વાવેતર

- text


દર વર્ષની તુલનાએ ઉનાળુ મગફળી, તલીનું વાવેતર ઘટ્યું : શાકભાજીના વાવેતરમાં વધારો

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ 350 હેકટર જેવો વધારો થયો છે પરંતુ આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ મગફળી અને તલને બદલે અળદ, મગ અને બાજરી ઉપરાંત શાકભાજી જેવા પાકની વધારે પસંદગી કરી છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10792 હેક્ટર જમીનમા ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 682 હેક્ટરમાં બાજરી, 399 હેક્ટરમાં મગ, 1015 હેક્ટરમાં અડદ, 1015 હેક્ટરમાં મગફળી, 2479 હેકટર જમીનમાં તલ, 1067 હેક્ટરમાં શાકભાજી અને 4445 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું છે.

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ઉનાળાની સીઝનમાં 2880 હેક્ટરમાં તલ અને 1060 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ આ વર્ષે ખેડૂતોએ મગફળી અને તલની તુલનાએ અળદ, મગ, બાજરી અને શાકભાજી જેવા પાક ઉપર વધારે પસંદગી ઉતારી વાવેતર વધાર્યું હોવાનું આંકડા ઉપરથી જણાઈ આવે છે.

- text

- text