મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના 25 કેસ નોંધાયા

- text


માસ્ક વિના ફરતા 13, મીની લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખતા 2, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા 3 અને વધુ પેસેન્જર બેસાડતા 7 રિક્ષાચાલકો દંડાયા:

મોરબી: જિલ્લામાં બુધવારે 24 કલાક દરમ્યાન રાત્રી કર્ફ્યૂ, કોવિડ ગાઈડલાઇન્સના જાહેરનામાં ભંગના કુલ 25 કેસ નોંધી પોલીસે તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

બુધવારે 24 કલાક દરમ્યાન મોરબી સીટી.એ.ડીવી. પોલીસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળતા 2 સામે, મીની લોકડાઉનનો ભંગ કરી આવશ્યક સેવામાં ન આવતા હોવા છતાં પાનની દુકાન ખુલ્લી રાખતા 1, ચાની દુકાન ખુલ્લી રાખતા 1, દુકાનદાર સામે, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 1 સામે તથા બી.ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2 સામે , સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલ્લાળિયો કરીને રિક્ષામાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ 4 રિક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરી કોઈ ખાસ કામ વગર બહાર નીકળેલા 1 રિક્ષાચાલક તથા અન્ય 1 નાગરિક સામે અને મોરબી તાલુકા પોલીસે માસ્ક વિના બાઇકમાં 2 વ્યક્તિ સાથે નીકળેલા બાઈકચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક વિના અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરી દુકાને બેસીને વેપાર કરતા 3 સામે, માસ્ક વિના રીક્ષા ચલાવતા 1 ચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસે રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના જાહેરનામાંનો ભંગ કરતા 1 રિક્ષાચાલક સામે, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1 નાગરિક સામે તથા માળીયા મિયાણા પોલીસે માસ્ક વિના અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના દુકાને બેસીને વેપાર કરતા 2 દુકાનદાર સામે, 1 શાકભાજીની રેંકડી ધારક સામે તથા હળવદ પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર રીક્ષા ચલાવતા 1 રિક્ષાચાલક સામે કોવિડ ગાઈડલાઇન્સ, જાહેરનામાં ભંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text