થેલેસેમિયાગ્રસ્ત શ્રેયાની સારવાર માટે આર્થિક ફાળો આપવા લાયન્સ ક્લબની અપીલ

- text


મોરબી : હાલમાં પ્રિન્ટ મીડિયા અને સોશ્યિલ મીડિયામાં 17 વર્ષની થેલેસેમિયાગ્રસ્ત શ્રેયાને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 35 લાખની જરૂર હોવાના સમાચાર વાયરલ થયા છે ત્યારે મોરબીના લાયન્સ ક્લબ ઓફ નજરબાગ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત શ્રેયાની મદદ માટે ટહેલ નાખી સેવાભાવી લોકો તરફથી ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ જેટલી રકમ દાનમાં આપવા અપીલ કરવામાં આવી છે.

શ્રેયાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન ટાટા હોસ્પિટલ કલકતામાં થશે. જેમાં બોનમેરો ડોનરને રૂ. 10 લાખ આપવાના છે. રૂ. 25 લાખ ટાટા હોસ્પિટલને, આશરે 6 મહિના હોસ્પિટલના આઇસીયુમાં રોકાણ અને ત્યારબાદ 1.5-2 વર્ષ સુધીની ટ્રીટમેન્ટ, ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, દવા, રિપોર્ટ માટે આપવાના છે. આમ, કુલ રૂ. 35 લાખમાંથી 10 લાખ જેવી સરકારની બોનમેરો અંગેની સહાય આવશે અને રૂ. 8 લાખ જેવા ડોનેશન જમા થયેલ છે. આમ, હજુ રૂ. 17 લાખ જેટલાં એકઠા કરવાંના છે.

- text

ડોનેશનની રકમ વોટસ એપ, ફોન કે મેસેજથી લખાવી શકાશે. પેમેન્ટ ટ્રાન્સફર રોકડ, બેન્ક ટ્રાન્સફર, rtgs, neft, paytm, phonepe, googal pay થી કરાવી શકાશે. લાયન્સ ક્લબને લોકો તરફથી મળેલી ડોનેશનની રકમ લાયન્સ ક્લબના બેન્ક એકાઉન્ટમાં જમા થશે. અને તે રકમ ઓપરેશન વખતે શક્ય હશે તો ડાયરેક્ટ ટાટા હોસ્પિટલના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવશે. વધુ માહિતી માટે તુષાર દફતરી 98252 91313નો સંપર્ક કરી શકાશે. તેમ ક્લબના પ્રમુખ કુતુબ ગોરૈયા, મંત્રી પ્રતીક કોટેચા, તુષાર દફતરી, ડો. રવિન્દ્ર ભટ્ટ, જયદીપ બારાની યાદીમાં જણાવ્યું છે.

- text