અંતે મોરબી-વાંકાનેર હાઇવેના સર્વિસ રોડનું સમારકામ શરૂ

- text


ચોમાસા પહેલા રીપેરીંગ થઈ જાય તો વાહનચાલકોની મુશ્કેલી દૂર થશે

મોરબી : મોરબી નજીકના નેશનલ હાઇવેને જોડતા સર્વિસ રોડની એટલી હદે દુર્દશા થઈ ગઈ છે કે ત્યાંથી પસાર થવું ખૂબ કપરું છે. તેમાંય ચોમાસામાં તો વરસાદને કારણે આ સીવીસ રોડમાં ગાબડે-ગાબડા પડતા હોવાથી વાહનચાલકોની આકરી કસોટી થાય છે. ત્યારે ‘દેર આયે દુરસ્ત આયે’ ઉક્તિની જેમ અંતે તંત્રની ઉંઘ ઉડી છે અને નેશનલ હાઇવેને જોડતા ખરાબ સર્વિસ રોડનું સમારકામ હાથ ધર્યું છે.

મોરબી નજીકના નેશનલ હાઇવેને જોડતા સર્વિસ રોડની હાલત ઘણા સમયથી બદતર છે. જેમાં મોરબીના લખધીર પુર રોડથી પેટ્રોપ પંપ સુધીના નેશનલ હાઇવેને જોડતો સર્વિસ રોડ ઘણા સમયથી ભંગાર હાલતમાં છે. ગત ચોમાસામાં આ સર્વિસ રોડની પથારી ફરી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આથી, આ સર્વિસ રોડની હાલત સુધારવા સ્થાનિકો અને સીરામીક એસોસિએશને સંબધિત તંત્રને રજુઆત કરી હતી ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્ર દ્વારા આ સર્વિસ રોડને ખોદીને નવો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ સર્વિસ રોડ એટલી હદે ખરાબ હતો કે, લોકોને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જતો હતો. આથી, હવે આ રોડનું કામ શરૂ થયું છે.ત્યારે ચોમાસા પહેલા આ કામ યોગ્ય રીતે પૂર્ણ થાય તો લોકોની હાડમારીનો અંત આવશે.

- text

- text