મોરબી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2020-21ના લક્ષ્યાંકમાં સુધારો કરવા આવેદન

- text


મોરબી : મોરબી તાલુકામાં પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ના લક્ષ્યાંકમાં સુધારો કરવા બાબતે મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યાંક મુજબ વર્ષ-૨૦૨૨ સુધીમાં દરેક વ્યક્તિને ‘ઘરનું ઘર’ મળશે. આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે સરકાર દ્વારા આવાસ પ્લસ અપ્લીકેશનથી સર્વેની કામગીરી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવી. આથી, જે લોકો ઘરવિહોણા છે, તેની સર્વેની કામગીરી કરી આવા લોકોને વર્ષ-2022 સુધીમાં ‘ઘરનું ઘર’ આપવાનું થાય છે.

આ સર્વેની કામગીરી હેઠળ મોરબી તાલુકામાં પણ સર્વેની કામગીરી કરવામાં આવી અને ઘરવિહોણા લાભાર્થીઓ
નક્કી કરવામાં આવ્યા. આ સર્વે હેઠળ દરેક જિલ્લાને વર્ષ ૨૦૨૦-૨૧નો લક્ષ્યાંક નક્કી કરીને આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકમાં મોરબી તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતમાં લક્ષ્યાંક શુન્યનો આપવામાં આવ્યો છે. મોરબી તાલુકાની કુલ-૯૮ ગ્રામ પંચાયત આવેલી છે. જે પૈકી મોરબી તાલુકાનો લક્ષ્યાંક માત્રને માત્ર ૬૯ જેટલો આવેલ છે. આટલા મોટા તાલુકામાં માત્ર ૬૯નો લક્ષ્યાંક કઈ રીતે વ્યાજબી છે.

- text

ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચોની વારંવાર રજૂઆત એસોસિએશનમાં આવતી હોય છે. મોરબી તાલુકાને આવો લક્ષયાંક આપી સરકાર દ્વારા મોરબી તેમજ મોરબી તાલુકની દરેક ગ્રામ પંચાયત સાથે હળાહળ અન્યાય થઈ રહયો છે. માટે દરેક ગ્રામ પંચાયતને વર્ષ-૨૦૨૦-૨૧ હેઠળ યોગ્ય લક્ષ્યાંક આપવામાં આવે તે બાબત જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરાઇ છે.

આ બાબતે ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેમજ જરૂર પડયે મોરબી તાલુકાનું સરપંચ એસોસિએશન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવાની થશે તો પણ ગાંધીનગર જવા માટે તૈયાર છે. માટે આ બાબતે તાત્કાલિક મોરબી તાલુકાને થતો અન્યાય દુર કરવામાં આવે તેવી રજૂઆત સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી તેમજ ખેવારીયા ગ્રામ પંચાયત વતી કરવામાં આવેલ છે.

- text