મોરબીમાં મીની લોકડાઉનમાં જવેલર્સે દુકાન ખુલ્લી રાખતા દંડાયા

- text


એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં ગઈકાલથી મીની લોકડાઉન અમલી બનતા જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનો ખોલવા મનાઈ હોવા છતાં જવેલર્સે દુકાન ખુલ્લી રાખતા એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

મોરબીના ગામોટ શેરીના નાકા પાસે જય ગોવિંદભાઇ પાટડીયાએ પોતાની મન જવેલર્સ નામની દુકાન ખુલી રાખીને સોનાનો વેપાર કરતા મળી આવતા સચિવ ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય નાઓએ તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધી જીવન જરૂરી ચિજવસ્તુ શિવાયની તમામ દુકાનો તથા જાહેર મેળાવડા તેમજ સભાઓ બંધ રાખવા સારૂ જાહેરનામા ભંગ બદલ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

- text