મોરબી જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા 28 સામે પોલીસ કેસ

- text


માસ્ક વિના 11, રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવાના 9, સોશિયલ ડિસ્ટન્સ ભંગના 2 અને કરફ્યૂભંગના 6 કેસો:

મોરબી: મંગળવારે દિવસ રાત્રી દરમ્યાન મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓ તથા શહેરમાં કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા કુલ 28 લોકો સામે પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

જેમાં મોરબી સીટી. એ. ડિવિઝન પોલીસે માસ્ક વિના 3, કરફ્યૂ ભંગના 2, મોરબી સીટી બી.ડિવિઝન પોલીસે માસ્કના નિયમભંગના 1, વધુ પેસેન્જર બેસાડવા બદલ 4, રીક્ષાચાલક સામે કરફ્યૂભંગ બદલ 4, તથા મોરબી તાલુકા પોલીસે સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરી વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રીક્ષાચાલક સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text

વાંકાનેર સીટી પોલીસે માસ્ક વગર પાનની દુકાને બેઠેલા અને દંડ આપવાની આનાકાની કરતા 2, બાઈક પર માસ્ક વિના નીકળેલા 1, શાકભાજીની દુકાન ધરાવતા અને માસ્ક વિના તેમજ વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1, વાંકાનેર તાલુકા પોલીસે માસ્ક પહેર્યા વિના વેપાર કરતા 1, માસ્ક વિના જાહેરમાં ફરતા 1, ટંકારા પોલીસે માસ્ક વિના રીક્ષા ચલાવતા તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરતા 3, માળીયા મિયાણા પોલીસે 1 રીક્ષાચાલક સામે માસ્ક વિના રીક્ષા ચલાવવા તથા વધુ પેસેન્જર બેસાડવા બદલ 1, મારુતિ વાનમાં માસ્ક વિના તથા વધુ પેસેન્જર બેસાડવા બદલ 1, હળવદ પોલીસે માસ્ક વિના નાસ્તાની રેંકડીએ ધંધો કરવા બદલ 1 સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text