મોરબીના ભરતનગરમાં 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામની ગ્રામ પંચાયત દ્વારા ગત તા. 22ને ગુરુવારથી આગામી તા. 30ને શુક્રવાર સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ભરતનગરની દરેક વ્યક્તિએ આ લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. દરેક ગ્રામજનો આ નિયમમાં સાથ-સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

- text

ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરાયેલ નોટિસ મુજબ ગામલોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. ફરજીયાત માસ્ક પહેરવું. બહાર ગામની વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં. લારી અને ફેરીયાવાળાઓને ગામમાં પ્રવેશ કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધની ડેરી, અનાજ દળવાની ઘંટી સવારથી બપોરના 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. પાન-માવા, નાસ્તા અને ચાની દુકાન સંપૂર્ણપણે બંધ રાખવાની રહેશે. લોકડાઉનની કાર્યવાહીનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ સરપંચ એન. એમ. પાડલિયા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text