હળવદમાં કોરોનાની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અડધા દિવસનું લોકડાઉન

- text


આજથી બજારો બપોરના 2 પછી બંધ રહેશે : હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય જાહેર કરાયો

હળવદ : હળવદ કોરોનાના હાહાકાર વચ્ચે અગાઉ પાંચ દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પાંચ દિવસનું લોકડાઉન પૂરું થતા ફરી ગઈકાલે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ એસોસિએશન સાથે બેઠક મળી હતી. જેમાં આજે એટલે કે તા. 26થી હળવદમાં જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે અને આજથી આજથી બજારો બપોરના 2 પછી બંધ રહેશે.

- text

હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ટાળવા અગાઉ પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો સજ્જડ બંધ રહી હતી. તેથી, આ સંપૂર્ણ લોકડાઉનને પ્રચંડ પ્રતિસાદ મળ્યું હતું. આ લોકડાઉન ગઈકાલે પૂરું થતા ફરી વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ એસોસિએશન સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં હાલની પરિસ્થિતિ અને હવે લોકડાઉન લાગુ કરવું કે નહીં તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

હવે વધુ સમય સુધી સંપૂર્ણપણે વેપાર ધંધા બંધ રાખવા પરવડે તેમ નથી. બીજી તરફ હજુ પણ કોરોનાની સ્થિતિ થાળે પડી નથી. આ સંજોગોમાં કોરોનાની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી હળવદમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. આથી, આજથી હળવદમાં તમામ દુકાનો બપોરના 2 પછી બંધ રહેશે.

આ ઉપરાંત, વેપારીઓ પણ હાલની કોરોનાની પરિસ્થિતિમાં સેવાપ્રવૃત્તિ કરવા આગળ આવ્યા છે. જેમાં હળવદમાં ઓકિસજનની અછત હોવાથી આ અછત પુરી કરવા વેપારીઓ દ્વારા ફંડ એકત્રિત કરાશે અને ફંડમાંથી ઓકિસજન લઈને જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે.

- text