મોરબીના અદેપર ગામે સિરામિક એસોશીએશનના સહયોગથી કોરોના રેપીડ ટેસ્ટ

- text


મોરબી : મોરબીના રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મોરબી સિરામિક એસોસિએશનના સહયોગથી આજે અદેપર ગામે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર દ્વારા આજે અદેપર ગામે મોરબી સીરામીક એસોસિએશનના સહિયોગથી કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PHC રાજપરના CHO પ્રજ્ઞેશભાઈ, આરતીબેન MPHW ગોસાઈ વિજયગીરી હંસગીરી દ્વારા કોરોના રેપિડ ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ અને 80 જેટલા કોરોના રેપિડ ટેસ્ટિંગ કરાયેલ જેમાં ગામના આગેવાન અને સરપંચ ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ ફેફરનો સાથ સહયોગ પ્રાપ્ત થયો હતો.

- text

- text