મોરબીમાં મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ કરનાર શુભ હોસ્પિટલ-લેબોરેટરી સામે દંડનીય કાર્યવાહી

- text


વેપારીઓની ફરિયાદને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી 

કારણદર્શક નોટિસ સાથે રૂ. 5-5 હજારનો દંડ ફટકારાયો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર એક કોમ્પલેક્ષમાં આવેલી શુભ હોસ્પિટલ તથા લેબોરેટરીના સંચાલકો દ્વારા મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતો હોવાની આ કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ કરનાર શુભ હોસ્પિટલ-લેબોરેટરી સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

- text

મોરબીના અયોધ્યા પુરી મેઈન રોડના નાકા પર શનાળા રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ પ્લાઝામાં વિવિધ વસ્તુઓની દુકાનો ધરાવતા વેપારીઓએ બે દિવસ પહેલા લેખિતમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી કે તેમના જ કોમ્લેક્સ આવેલ શુભ ખાનગી હોસ્પિટલ તથા લેબોરેટરીમાં દદરોજ દર્દીઓના લેવાયેલા બ્લડના સેમ્પલના લોહીવાળા રૂ તથા ઇન્જેક્શનો સહિતનો મેફિકલ વેસ્ટને કોમ્પ્લેક્સની લોબી તેમજ ઉપર જવાના પગથિયે ફેંકવામાં આવે છે. આ જોખમી રીતે જાહેર નિકાલ કરાયેલો મેડિકલ વેસ્ટ ઉડીને કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં ઘુસી જાય છે. આથી કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે આ મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલથી જન આરોગ્ય ઉપર ખતરો હોવાનું જણાવીને વેપારીઓએ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.

સ્થાનિક વેપારીઓની રજુઆતને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા જીપીસીબી તંત્રને સાથે રાખી શુભ હોસ્પિટલ અને લેબોરેટરી ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જીપીસીબીએ મેડિકલ વેસ્ટના જાહેરમાં નિકાલ મામલે શુભ હોસ્પિટલ, નિદાન લેબોરેટરીને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. તેમજ પાલિકા તંત્રએ આ બન્ને જવાબદારોને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

- text