મોરબીના નિવૃત શિક્ષકે પૌત્રના જન્મદિવસ નિમિત્તે કોવિડ કેર સેન્ટરને રૂ. 11 હજાર અર્પણ કર્યા

- text


મોરબી : કોઈપણ કુદરતી આફત હોય કે દેશમાં જ્યારે પણ જરૂર હોય ત્યારે મોરબીવાસીઓ આર્થિક મદદ કરવામાં સેવાની સરવાણી વહાવવામાં હરહંમેશ તત્પર હોય છે. હાલ જયારે મોરબી પંથકમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે મોરબીના નિવૃત શિક્ષકે પૌત્રના જન્મદિવસ નિમિત્તે રૂ. 11,111ની નિધિ કોવીડ કેર સેન્ટરમાં અર્પણ કરી હતી.

મોરબીના નિવૃત શિક્ષક પ્રભુભાઈ મોહનભાઈ મેરજા દ્વારા તેમના પૌત્ર તન્મય સંદીપભાઈ મેરજાના જન્મ દિવસ નિમિત્તે રૂ. 11,111ની ધનરાશી આદર્શ નિવાસી શાળા-રફાળેશ્વર ખાતે આવેલ યંગ ઈન્ડિયા ગ્રૂપ અને જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં અર્પણ કર્યા છે. આમ, પ્રભુભાઈએ કોરોનાને પહોંચી વળવાના સેવાયજ્ઞમાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’રૂપે આહુતિ આપેલ છે. જે બદલ સેન્ટરના સંચાલકો દ્વારા તન્મયને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલ છે અને એમના પ્રભુભાઈ મેરજાનો ઋણ સ્વીકાર કરેલ છે.

- text

- text