મોરબીમાં છેવાડાની સોસાયટીઓમાં નિયમિત ટપાલ પહોંચાડવા પાલિકા પ્રમુખની પોસ્ટ ઓફિસને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરમાં છેવાડાના વિસ્તારની સોસાયટીઓ તથા વાડી વિસ્તારમાં ટપાલ પહોંચાડવા બાબતે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર દ્વારા પોસ્ટ ઓફિસને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના હદ વિસ્તારમાં આવેલ છેવાડાની આશરે 30 જેટલી સોસાયટીઓ અને 100 જેટલા રહેણાક-વાડી વિસ્તારો તેમજ નવલખી રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ
અને લીલાપર રોડ ઉપરની છેવાડાની સોસાયટીઓ અને વાડી વિસ્તારોમાં પોસ્ટ ખાતા મારફત કોઈ તાર કે ટપાલ પહોચડવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારના લોકોને સરકારી લાભથી વંચિત રહેવું પડે છે. તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એડમિશન લેટર, શિષ્યવૃતી લેટર, નોકરીને લગતા કોલ લેટર, રોજગારીને લગતા પત્રો વગરે સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું બને છે અને તેમને મળતા હકથી વંચીત રહે છે.

- text

આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તારના લોકોનું કોઈ કોર્ટનું સમન્સ હોઈ કે પોલીસનું સમન્સ હોય તો તે તરત મળી જાય છે પરંતુ તાર ટપાલ મળતા નથી. જે ખરેખર દયાજનક સ્થિતિ કહેવાય. આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવી આ વિસ્તારોમાં તાર અને ટપાલ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા વિનંતી કરવામાં આવી છે.

- text