મોરબી : પિતા અને દાદીના નિધનના શોક વચ્ચે પણ કોરોનાની ફરજ નિભાવતા મહિલાકર્મી

- text


મોરબી : મોરબીના મહિલા કર્મીએ પિતા અને દાદીના નિધનના શોક વચ્ચે પણ કોરોનાની ફરજ બજાવીને ફરજનિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના નેહાબેન ચાવડાના પિતાજી તેમજ દાદીમા બન્નેનું કોરોનાની સારવારમાં નિધન થયું હતું. બન્નેની ઓચિંતી વિદાયથી પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી વિકટ સ્થિતિ વચ્ચે પણ નેહાબેને સિરામિક એસો. અને સંઘ દ્વારા આયોજિત સ્વાગત ચોકડી ખાતેના રેપીડ ટેસ્ટ કેમ્પમાં ફરજ બજાવી હતી.

- text