હળવદનું માર્કેટ યાર્ડ કોરોનાની પરીસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી બંધ

- text


સોમવારે શરૂ થનાર માર્કેટ યાર્ડને હજુ થોડા સમય માટે ચાલુ નહિ કરવાનો નિર્ણય જાહેર

હળવદ : હળવદ પંથકમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ઘરેઘરે કોરોના હોવાથી પરિસ્થિતિ હજુ કાબુ બહાર છે. ત્યારે હળવદના માર્કેટ યાર્ડને હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારે માર્કેટ યાર્ડ શરૂ થનાર હતું. પરંતુ કોરોનાની સ્થિતિ હજુ કાબુ બહાર હોવાથી માર્કેટ યાર્ડને હજુ થોડા સમય માટે ચાલુ નહિ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.

- text

હળવદ પંથકમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે હળવદના માર્કેટ યાર્ડને અગાઉ બંધ કરવામાં આવ્યું હતું. જેમાં તા.13 થી 18 એપ્રિલ સુધી હળવદને માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો એટલે માર્કેટ યાર્ડ સોમવારે શરૂ થનાર હતું. પરંતુ હળવદમાં હજુ કોરોનાની ભયંકર પરિસ્થિતિ હોવાથી હળવદના માર્કેટ યાર્ડના બંધના નિર્ણયને માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા લાબાવવામાં આવ્યો છે. હજુ થોડા દિવસો સુધી હળવદનું માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે પણ માર્કેટ યાર્ડ ચાલુ થશે ત્યારે અગાઉથી ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.

- text