ટંકારાના બંગાવડી ગામે યોજાયો કોરોના ટેસ્ટ કેમ્પ

- text


ટંકારા : ટંકારાના બંગાવડી ગામે સરદાર પટેલ વિદ્યાલય ખાતે કોરોના ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં બંગાવડી, ઓટાળા, દેવળીયા, ખાખરા ગામના 165 લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા. આ કેમ્પ સિરામિક ઉદ્યોગપતિના સહયોગથી યોજાયો હતો. જેમાં બંગાવડી ગામના સરપંચ શોભનાબેન જીજ્ઞેશભાઈ તથા ઉપસરપંચે પણ ભાગ લીધો હતો.

- text