મોરબીમાં કોરોનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે કાલે ઓનલાઈન સર્વધર્મ શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા

- text


ઇન્ડિયન ક્લબ મોરબી દ્વારા દેશભરમાં કોરોનાને કારણે અવસાન પામેલ તમામ ધર્મના લોકોના આત્માને શાંતિ માટે ઓનલાઈન શ્રદ્ધાંજલિનું આયોજન

મોરબી : મોરબી સહિત સમગ્ર દેશમાં કોરોનાએ રીતસરનું મોતનું તાંડવ સર્જ્યું છે. જેના કારણે અનેક નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ત્યારે મોરબી સહિત દેશભરના કોરોનાથી મૃત્યુ પામેલા તમામ સમાજના હતભાગીઓના આત્માને શાંતિ આપવા માટે કાલે રવિવારે ઇન્ડિયન ક્લબ મોરબી દ્વારા ઓનલાઈન સર્વધર્મ શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ઘણાં લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાથી અવસાન થયા પછી આત્માની સદગતિ માટે કોઈ કિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. ત્યારે ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા સમગ્ર દેશમાં કોરોનાને કારણે અવસાન પામેલ તમામ ધર્મના લોકોના આત્માને શાંતિ મળે એ હેતુથી ઇન્ડિયન ક્લબ મોરબી દ્વારા રઘુવંશી કોપિડ આઈસોલેશન સેન્ટર મોરબીના સહયોગથી આવતીકાલે તા. 18ને રવિવાર સાંજે 4.00 થી 6,00 દરમિયાન ઓનલાઈન સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે.

- text

જે પણ પરિવારોએ આ મહામારીમાં સ્વજનો ગુમાવ્યા હોય તેઓએ ઘરે રહીને જ દિવંગત સ્વજનનો ફોટો પોતાના સમક્ષ રાખી આ ઓનલાઈન પ્રાર્થનાસભામાં જોડાઈને તેમના આત્માની સદગતિ માટે પ્રાર્થના કરવા અનુરોધ કરવામાં આવે છે. યુ-ટ્યુબ ચેનલ StudioSNAPBYTE અને મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર લાઈવ પ્લેટફોર્મ પર પ્રાર્થના સભામાં લાઈવ જોડાઈ શકાશે.

- text