મોરબી સીરામીક એસો.ના સહયોગથી બે સ્થળે યોજાયેલા રેપીડ ટેસ્ટ કેમ્પમાં 1900 માંથી 219 પોઝિટિવ

- text


આવતીકાલે શનિવારે પણ ટેસ્ટિંગ કેમ્પ શરૂ રહેશે

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના સહયોગથી આજે બે સ્થળે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બન્ને સ્થળે યોજયેલા કેમ્પમાં કુલ 1900 લોકોના ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 219 લોકો પોઝિટિવ આવ્યા હતા.

મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળોએ નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારથી સરકારી તંત્ર દ્વારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો રવાપર ચોકડી અને સામાકાંઠે ગેંડા સકઁલ ખાતે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયા હતા. જેમાં કુલ 1900 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 219 લોકો પોઝિટિવ આવ્યા હતા. પોઝીટીવ આવેલા લોકોને સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક જરૂરી સારવાર આપવામાં આવી છે. જ્યારે આવતીકાલે પણ ઉપરોક્ત બન્ને સ્થળોએ રેપીડ ટેસ્ટ કેમ્પ ચાલુ રહેશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય તંત્ર દ્વારા ઘરેઘરે કોરોના વચ્ચે માત્ર રોજ સરેરાશ 50 ની આસપાસ જ કેસ બતાવવામાં આવે છે. થોડા સમય અગાઉ પણ ભાજપ દ્વારા યોજાતા કેમ્પમાં 200 થી વધુ કેસ દર્શાવમાં આવ્યા હતા. તેથી તંત્ર આંકડા છુપાવતું હોવાનું જગજાહેર થયું હતું. હવે આજે યોજાયેલા બે સ્થળોએ કેમ્પમાં પણ 200 થી વધુ પોઝિટિવ આવતા વધુ એક વખત તત્રની મેલીમુરાદનો ભાંડફોડ થયો છે.

- text