મોરબી : 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામને રસી લેવા આરોગ્ય વિભાગની અપીલ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય વિભાગ દ્વારા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેકસીન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.વી. બાવરવા તથા જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું છે કે હાલ કોરોનાની મહામારી સામેના જંગમાં વિજય મેળવવા કોરોનાની રસી મુકાવવી એ એક ખૂબ જ અગત્યનો ઉપાય છે. તો રસી મુકાવવામાં બાકી હોય તેવા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો નજીકમાં આરોગ્ય કેન્દ્ર તથા માન્ય ખાનગી હોસ્પિટલમાંથી રસી લે તે હિતાવહ છે.

- text