મોરબી સિવીલ હોસ્પિટલની ફલુ ઓપીડીમાં તાકીદે પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ

- text


(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જિલ્લામાં ચૌ-તરફ કોરોના વાયરસની મહામારી દિનપ્રતિદિન વઘી રહી છે. અને આરોગ્ય તંત્ર સાથે સમગ્ર વહિવટી તંત્ર આમજનતાની સુખાકારી માટે કામગીરીમાં જોતરાઈ ગયું છે.

ત્યારે મોરબી સિવીલ હોસ્પિટલની વાત કરીએ તો મોરબી સિવીલ હોસ્પિટલમાં ઓછો સ્ટાફ હોવા છતાં તેઓ આમજનતાની સુખાકારી માટે દિવસ-રાત્રિ જોયા વગર ફરજ તનતોડ મહેનત કરે છે. પરંતુ હાલ સિવીલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય, દર્દીઓનો ટ્રાફિક વધી ગયો છે. જેથી, દર્દીઓને તપાસવા તેમજ દાખલ કરવા જેવા નજીવા પ્રશ્ને દર્દીઓની સાથે આવેલા લોકો ઈમ્પ્રેસન જમાવવા માટે ફરજ પરના સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી ફરજ પરના સ્ટાફનું મોરલ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે અશોભનીય છે.

- text

જેથી, મોરબી સિવીલ હોસ્પિટલમાં કોરોના માટે કાર્યરત કરવામાં આવેલ ફલુ ઓપીડીમાં સવારે 8:00 કલાકથી રાત્રીના 8:00 કલાક સુધી ચાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને યોગ્ય વ્યવસ્થા માટે બંદોબસ્તમાં મુકવા જરૂરી હોય. આ બાબતે તાત્કાલિક ઘટતું કરી ફલુ ઓપીડીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી યોગ્ય વ્યવસ્થા કરવા જીલ્લા કલેકટર, પોલીસ વડા સહિતના અઘિકારીઓને રજુઆત કરવામાં આવી છે.

ફલુ ઓપીડીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી જરૂરી

મોરબીમાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે મોરબી સિવીલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફલુ ઓપીડી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સ્ટાફ અને દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી, દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. અને નાછુટકે બહારથી વેચાતું પાણી લેવા જવું પડી રહ્યું હોય. જેથી, તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.

- text