મોડપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર

- text


મોરબી : મોરબી જિલ્લાના મોડપર ગામની ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ મોડપર ગામમાં બહારના વ્યકિતઓ કે ફેરિયાઓ ગામની અંદર પ્રવેશ કરી શકશે નહિં. મોડપર ગામની કોઈપણ વ્યકિતએ કામકાજ સિવાય બહાર ન નીકળી શકશે નહિ. બહાર નીકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. ત્રણથી વધારે વ્યકિતઓએ ભેગા ન થવું અને ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવાનું રહેશે. તેવી જાહેર સૂચના આપવામાં આવી છે.

- text

- text