8 એપ્રિલે મોરબીના નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઇ – લોકાર્પણ

- text


બે વર્ષથી તૈયાર થઈ ગયેલ જિલ્લા પંચાયત કચેરી સ્થળાંત્તરનું અંતે મુહૂર્ત નીકળ્યું

મોરબી : છેલ્લા બે વર્ષથી તૈયાર થઇ ગયેલી મોરબી જિલ્લા પંચાયત કચેરીના લોકાર્પણનું અંતે મુહૂર્ત નીકળ્યું છે. આગામી તા.8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જિલ્લા પંચાયત કચેરીનું ઇ – લોકાર્પણ કરવામાં આવશે.

મોરબી જિલ્લા સેવા સદન સંકુલ ખાતે જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય લાંબા સમયથી સંપન્ન થઈ ગયું છે પરંતુ ફર્નિચરના અભાવે નવા જિલ્લા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ અટકી પડયું છે ત્યારે આગામી તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડિંગનું ઇ – લોકર્પણ કરવામાં આવશે.

- text

જો કે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં પ્રથમ તબક્કે ડીડીઓ,પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની કચેરી કાર્યાન્વિત થશે અને બાદમાં અન્ય વિભાગોનું ક્રમશ અહી જુના ફર્નિચર સાથે સ્થળાંતર કરવામાં આવશે. નોંધનીય છે કે પહેલા મુખ્યમંત્રી તા.8 એપ્રિલે મોરબીની મુલાકાતે આવનાર હતા પરંતુ કોરોના મહામારી વકરતા હવે માત્ર ઇ – લોકાર્પણ કરવામાં આવશે.

- text