મોરબીના સો ઓરડીના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા હળવદના ધારાસભ્ય

- text


મોરબી: કોવિડ-19ની વકરતી જતી મહામારીને કંટ્રોલમાં કરવા સરકારના તમામ તંત્રો સમાયોજન સાધીને કામે વળગ્યા છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ જે તે હોસ્પિટલો અને સારવાર કેન્દ્રો અને વેકસિનેશન સેન્ટરની મુલાકાતે પહોંચી સંબંધિત વિભાગો પાસેથી માહિતગાર થઈ રહ્યા છે. ત્યારે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. જો કે હકીકતમાં હળવદનું કોવિડ સેન્ટર બંધ છે ત્યારે ધારાસભ્યએ એ દિશામાં પણ કઈ કરવું જોઈએ.

- text

આજે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર સુરેશભાઈ શીરોહીયા, તુલસીભાઇ પાટડીયા (સભ્ય તાલુકા પંચાયત મોરબી)એ હેલ્થ સેન્ટરના ડો ખોરજીયા સાથે કોવીડ ટેસ્ટ અને રસીકરણ વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમ્યાન ધારાસભ્યએ વ્યવસ્થાની તમામ વિગતો મેળવી હતી અને મોરબી જીલ્લાના તમામ લોકો રસીકરણ અને ટેસ્ટ કરાવે એવી અપીલ કરી હતી. આ અંગે લોકો જાગૃત થાય અને તંત્રને સહકાર આપે તેવી અપેક્ષા સાથે સરકાર દ્વારા ટેસ્ટ અને વેક્સિનેશનના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

- text