મોરબી : ઓબીસી સમુદાયની જાતિવાર જનગણના કરવાની માંગ

- text


ઓબીસી એકતા પરિષદ દ્વારા કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવાયું

મોરબી :મોરબીમાં આજે ઓબીસી એકતા પરિષદ દ્વારા કલેકટર મારફત વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આગામી સમય 2021-2022 માં ભારતમાં વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે આ વસ્તી ગણતરી કાર્યક્રમમાં દેશના ઓબીસી સમુદાયની જાતિવાર જનગણના કરવાની માંગ ઉઠાવી છે.

દેશની વસ્તી ગણતરી અધિનિયમના કાયદા મુજબ શેડ્યુઅલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇમ તેમજ ધાર્મિક લઘુમતીની જનગણના કરવામાં આવે છે. પરંતુ ઓબીસી સમુદાયની વસ્તી દેશમાં વધુ હોવા છતાં તેની જનગણના કરવામાં આવતી નથી. મંડલ કમિશન રિપોર્ટમાં પણ ઓબીસી સમુદાયની જનગણના થવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. હાલ ઓબીસી સમુદાયની વસ્તીના સત્તાવાર આંકડા ન હોવાને કારણે ઘણી બધી યોજનાઓ અને બજેટમાં પર્યાપ્ત જોગવાઈ થઈ શકતી નથી.

- text

વધુમાં જણાવ્યા મુજબ સુપીમ કોર્ટે પણ ઓબીસી સમુદાયની જનગણના ઉપર વિશેષ ભાર મુક્યો છે. અગાઉ સંસદમાં પણ રાજનાથસિંહએ પણ જાતિવાર જનગણનાની ખાતરી આપી હતી. છતાં વસ્તી ગણતરીના ફોર્મમાં ઓબીસી જાતિઓનું કોલમ જ ન હોવાથી ઓબીસી સમુદાયને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડે છે. આથી આગામી વસ્તી ગણતરીમાં ઓબીસી સમુદાયની જનગણના કરવાની માંગ સાથે ઓબીસી એકતા. પરિષદના સંસ્થાપક વેરસીભાઈ ગઢવીની આગેવાની હેઠળ મેવાડા રામજીભાઈ, નટુભાઈ ચાવડા, કરશનભાઈ ડાંગર, અજયભાઈ આહીર, ગોપાલ આહીર, ભાવેશ આહીર, પિત્રોડા જીતેન્દ્ર, લક્ષ્મણભાઈ કંઝારીયા, કાસમભાઈ સુમરા, નૂતનભાઈ પઢીયાર સહિતનાએ આવેદનપત્ર આપ્યું હતું.

- text