મોરબીમાં કાલે શુક્રવારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા કપીંગ થેરાપી કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપિંગ થેરાપી કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં ડૉ. જીતેન્દ્ર કુકડીયા દ્વારા સારવાર આપવામાં આવશે. આ કેમ્પ આવતીકાલે તા. 26/03/2021ના રોજ સવારના 10 થી 1 વાગ્યા સુધી ટાઉન હોલ, નગરપાલિકા કમ્પાઉન્ડ, મોરબી ખાતે યોજાશે.

- text

આ કેમ્પમાં વિવિધ દર્દો જેવા કે, ગોઠણનો દુ:ખાવો (ગોઠણ વાળીને બેસવાની સમસ્યા), મણકાની નસ દબાવી, કમરનો દુ:ખાવો, સ્નાયુઓ કે સાંધાનો દુખાવો, ગરદનનો દુ:ખાવો, ગરદન જકડાઈ જવી, સાઈટીકાનો દુ:ખાવો, કરોડરજ્જુની સમસ્યાઓ અને ચિકનગુનિયાનાનો દુખાવો જેવી વિવિધ શારીરિક સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવશે. આ કપિંગ થેરાપીમાં આડઅસર રહિત અને ઓપરેશન વગર સારવાર આપવામાં આવે છે.

- text