સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટી દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


લૂંટ અને હત્યાના ગુન્હામાં પેરોલ જંપ કરેલા કેદીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો

મોરબી: આશરે દોઢ વર્ષ પહેલા અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કોડ – એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ ઝડપી પાડી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વર્ષ 2019માં વચગાળાના જામીન પર છૂટેલા લૂંટ સાથે હત્યાના ગુનામાં સજા ભોગવતા કેદી મનજી ઉર્ફે માનસિંગભાઈ મુળાભાઇ ભુરીયા (રહે. વાંસિયાડુંગરી, તળાવ ફળિયું, તાલુકો ધાનપુર, જીલ્લા દાહોદ)ને ટંકારા લતીપર ચોકડી પાસેથી ઝડપી પાડી સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જંપ કરીને નાસતા ફરતા કેદીને ઝડપી પાડવામાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર એન.બી. ડાભી, એએસઆઈ પોલાભાઈ ખાંભરા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, ચંદુભાઈ કાણોતરા, સંજયભાઈ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, નિર્મલસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાઈ હતી.

- text

- text