મોરબીના છ માસના બાળકનું ફાટેલા હોઠનું સફળ ઓપરેશનઃ બાળક અને પરિવારમાં ફરી સ્મિત રેલાયું

- text


પરિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર આરોગ્ય વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી

મોરબી : કોઇ ગર્ભવતી સ્ત્રીને ગર્ભમાં રહેલ બાળકને જન્મજાત ખામી હોય તે પ્રકારનું નિદાન થાય ત્યારે સ્વાભાવિક રીતે કોઇપણ સ્ત્રીને ચિંતા થાય કે બાળકનું સ્વાસ્થ્ય કેવું રહેશે. પરંતુ જો ડૉક્ટર આ રોગની યોગ્ય સારવાર અને બાળકના ભવિષ્યનું ભવિષ્ય સુરક્ષીત હોવાનો સધિયારો આપે તો ભવિષ્યમાં માતા બનનારી આ સ્ત્રીને ખૂબ મોટી રાહત મળે છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીમાં, અહીંના સ્થાનિક કવિતા કેયુરભાઇ દંગી નામની ગર્ભવતી યુવતીને પોતાના ગર્ભમાં રહેલ બાળકને ક્લેફ્ટલીપ એટલે કે ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.જો કે, રાજ્ય સરકારની યોજના હેઠળ બાળકના જન્મના છ માસ બાદ ફાટેલા હોઠનું સફળ ઓપરેશન કરાતા દંગી પરિવારમાં અનેરો આનંદ છવાયો છે.

કવિતાબહેન કેયુરભાઇ દંગીને પોતાના ગર્ભમાં રહેલ બાળકને ક્લેફ્ટ લીપ એટલે કે ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું સામે આવતા બાળકના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગી અને બાળકના જન્મ થયા બાદ તેની સારવાર અને ખર્ચ અંગે પણ વિચારો ઘેરા બન્યા હતા. જોકે આ સમયે જ અહીંના અર્બન હેલ્થ સેન્ટરના નર્સ ડોલીબહેને સધિયારો આપી સમગ્ર કિસ્સો ડૉ. અમીતભાઇ અને ડૉ. પ્રકાશભાઇને જણાવ્યો હતો. આ બન્ને ડૉક્ટરોએ પણ કવિતાબહેનને બાળકના જન્મબાદની ઓપરેશન અને સારવાર અંગે અવગત કરાવ્યા હતા.

- text

રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારના ઓપરેશન નિઃશુલ્ક કરાવી અપાતા હોવાની વાત કરી હતી. અને બાળકના જન્મ થયાના છ માસ બાદ બાળકનું સફળતાપૂર્વક કલેફ્ટલીપનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. અને બાળકનું સ્મિત ફરી રેલાયું હતું.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સંદર્ભ કાર્ડ કાઢી આપવામાં આવે છે આ સંદર્ભ કાર્ડના આધારે સરકારે એમઓયુ કરેલ ખાનગી હોસ્પિટલોમાં પણ તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવે છે અને જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે.

ફાટેલ હોઠનું ઓપરેશન થયા બાદ કવિતાબહેન પોતાના ભાવ વ્યક્ત કરતાં કહે છે કે, મોરબી અર્બન સેન્ટરના નર્સ ડોલીબેન, ડૉ. અમીતભાઇ તેમજ ડૉ. પ્રકાશભાઇએ આરબીએસકે સંદર્ભ કાર્ડ કઢાવી આપવામાં ખૂબ જ મદદ કરી છે. આ સંદર્ભ કાર્ડના આધારે જ એક મહિના પહેલાં જ રાજકોટની પ્રસિદ્ધ સ્માઇલ કેર હોસ્પિટલમાં વિનામુલ્યે મારા બાળક શ્રેયાંસનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને શ્રેયાંસ હસતો રમતો સૌ બાળકોની મારફતે આજે હોઠની પરેશાનીમાંથી મુક્ત થયો છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર, મોરબીની સમગ્ર આરોગ્ય વિભાગ અને આરપીએસકે ની સમગ્ર ટીમનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે.

- text