હળવદમાં 108 વર્ષના લક્ષ્મીબેન અને 105 વર્ષના મોતીબેને કોરોના રસી મુકાવી

- text


હળવદ : કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોરોના સામે રક્ષણ આપવા હાથ ધરાયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત આજે હળવદ તાલુકાના સુરવદર ગામના 108 વર્ષના લક્ષ્મીબેન અને 105 વર્ષના મોતીબેનને કોરોના વિરોધી રસી મુકવામાં આવી હતી અને રસી મુકાવ્યા બાદ જમાનો પચાવી ગયેલા બન્ને વૃદ્ધાઓએ અનોખી અદામાં રસી લીધાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

- text