વાંકાનેર : ઢુવા નજીક ઓરડીમાં દેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ આવેલ ઓરડીમાં દેશી દારૂની રેડ કરી હતી. પોલીસે આ સ્થળેથી દેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેરના નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ આવેલ ઓરડીમાં પોલીસે રેડ કરીને દેશી દારૂના કુલ બાચકા નંગ-૪ જેમા ૫ લીટરની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૩૦ તથા ૨૫૦ મી.લી. ની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૨૦૦ મળી કુલ કેફીપીણુ આશરે લીટર-૨૦૦ કિંમત રૂ. ૪૦૦૦ ના મુદામાલ સાથે આરોપીઓ કિશનભા પ્રવિણભા લાંબા (ઉ.વ.૨૩, રહે. મહેન્દ્રનગર, સર્મપણ હોસ્પીટલ પાછળ, ગાયત્રીનગર, મોરબી-ર), મહેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૩, રહે. મોરબી, કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર), રાજેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૮, રહે. મોરબી, કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર) તથા શંકરભાઇ બાબુભાઇ અખીયાણી (ઉ.વ.૨૯, રહે. મોરબી કુબેરટોકીઝ પાછળ શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી) ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text