મોરબીના ગાંધીચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૧૯ ના રોજ મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ શૈલેષભાઇ બાબુલાલ લખધીર અને મનુભાઇ ડાયાભાઇ કાંજીયાને કુલ રોકડા રૂ. ૧૦,૦૬૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text