મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર-પીપળી રોડ ઉપર બેલા નજીક આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અતિશય ટ્રાફિક ધરાવતા આ સીરામીક ઝોન ઉપર ટ્રાફિકજામથી બન્ને બાજુએ વાહનોની મસમોટી કતારો લાગી હતી.જેથી વાહન વ્યવહાર ખોરવાતા સવારે કામ અર્થે નીકળેલા લોકો ટ્રાફિકજામમાં ફસાતા મુશ્કેલીમાં મુકાય ગયા હતા અને ખાસ્સો સમય સુધી કાચબા ગતિએ વાહન વ્યવહાર ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જો કે આ સીરામીક ઝોન ઉપર વારંવાર ટ્રાફિકજામ સર્જાતી હોય આ સમસ્યા ઉકેલવા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

- text

- text