ટંકારા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદ મામલે આંદોલનની ચીમકી

- text


 

અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા ડીડીઓને રજુઆત

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે અનુસૂચિત જાતિના ચૂંટાયેલા પ્રતિનિધીને બદલે નહિવત વસ્તી ધરાવતા અનુસૂચિત જનજાતિ સમુદાયના પ્રતિનિધીને બેસાડવા હિલચાલ કરવામાં આવતા સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી વિરોધ વ્યક્ત કરવાની સાથે જો અન્યાય થશે તો ટંકારાના ૪૨ ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ટંકારા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિની
રચના બાબતે અનુસુચિત જાતિ સમાજનાં આગેવાનોએ આજ રોજ તા.19 માર્ચે ટંકારા તાલુકા પ્રમુખ તથા ટીડીઓને લેખિત મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી સમ્પન્ન થઇ છે આ ચૂંટણીમાં અનામત સીટોની ફાળવણી અને ત્યારબાદ તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચનામાં ટંકારા તાલુકા અનુસુચિત જાતિ સમાજને સીધી રીતે અન્યાય થઇ રહ્યો છે.

ટંકારા તાલુકાના મત ક્ષેત્રમાં અનુસુચિત જનજાતિની વસ્તી નહીવત છે. છતાં ચૂંટાયેલા અનુસુચિત જનજાતિના પ્રતિનિધિઓ છે.
જે જનરલ સમાજ સાથે વ્યવહારિક રીતે જોડાયેલ છે.
તેઓ અનુસુચિત જનજાતિ કે અનુસુચિત જાતિ વિસ્તારમાં રહેતા નથી કે તેમણે આ જાતિ સમાજ સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. તેમ છતાં તેમણે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનાવવાની હીલચાલ સત્તા પક્ષ તરફથી થયેલ છે. આ નિર્ણયથી ટંકારા તાલુકા પંચાયતમાં સમાજિક ન્યાય જળવાશે નહિ અને કાયદાની ઓથ તળે સામાજિક ન્યાય જોખમવવાની પૂર્ણ શક્યતા છે આથી સામાજિક ન્યાય સમિતિની રચના વખતે ટંકારા તાલુકા પંચાયતમાં અનુસુચિત જાતિના ચૂંટાયેલા પ્રતિનિધિને ન્યાય સમિતિનાં ચેરમેન બનાવવામાં આવે તેવી સમસ્ત ટંકારા અનુસુચિત જાતિ સમાજની માંગ છે.

- text

કાયદા અનુસાર એસ.સી. કે એસ.ટી. પ્રતિનિધિ સામાજિક ન્યાય સમિતીના અધ્યક્ષ બની શકે, પરંતુ એસ.ટી. સમુદાયનાં મતદારોનું ટંકારામાં કોઇ અસ્તિત્વ નથી. કોઇ વસાહત નથી કે કોઇ ગામ શહેરમાં તેમના વિસ્તારો આવેલા નથી. સામાજિક ન્યાય સમિતિની ફરજો પ્રમાણે આ વિસ્તારમાં અનુસુચિત જાતિના સંબંધિત કાર્યો કરવાના થાય છે. જેથી એસ.ટી. પ્રતિનિધિ સાથે કોઈ સંબંધ નથી. આથી આ હોદા પર એસ.સી. સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિની નિમણૂંક કરવામાં આવે તેવી માંગણી છે.

જો આ ન્યાયિક માંગણીને ન્યાય આપવામાં નહી આવે તો (૪૨) બેતાલીસ ગામના અનુસુચિત સમાજનાં લોકો ટંકારા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી, પદાધિકારીઓ સામે આંદોલન કરવા માટે
ફરજ પડશે તેમ ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.

આ રજુઆત સમયે બહુજન અગ્રણીઓ નાગજીભાઈ ચૌહાણ,
ડો.જયંતિભાઈ માકડિયા, જયંતિભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, ઉમેશભાઈ ગોહિલ, મહેશભાઈ લાધવા, રમેશભાઈ રાઠોડ, વશરામભાઈ ચાવડા, દિલિપભાઈ પારીયા, દિપકભાઈ પરમાર, હેમંતભાઈ સારેસા, ભીખાભાઈ ચાવડા, મૂકેશભાઈ પરમાર, જીતુભાઈ પડાયા, પી.એન.ચૌહાણ, ચમનભાઈ ચાવડા, અશોકભાઈ ચાવડા, તથા ટંકારા તાલુકાનાં અનેક ગામનાં આગેવાનોએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ તથા ટી.ડી.ઓ.ને ઉપરોક્ત વિષયે રજૂઆતો કરી હતી.

- text