મોરબીમાં લૂંટ થયેલા રૂ. 7.61 લાખ મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીના હતા : આરોપીઓ હાથવેંતમાં

- text


 

લૂંટારૂઓ બાઇક ઉપર આવ્યા હતા અને આંખમાં મરચું છાંટીને ચલાવી હતી લૂંટ : આરોપીઓ કચ્છ તરફ ભાગ્યા

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આજે બપોરના અરસામાં લૂંટનો બનાવ નોંધાયો છે. આ લૂંટ કરનારા આરોપીઓ બાઇકમાં આવ્યા હોય અને તેને લૂંટ ચલાવી તે રૂ. 7.61 લાખ મની ટ્રાન્સફર પેઢીના હોવાનું ડીવાયએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું છે.

મોરબી ડિવાયએસપી રાધિકા ભારાઈએ બનાવ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા શખ્સોએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી. આ વેળાએ ભોગ બનનારની આંખમાં મરચું છાંટવામાં આવ્યું હોય તેઓ કશું જોઈ શક્યા ન હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે ભોગ બનનાર આશીષસિંહ મની ટ્રાન્સફરની ઓફિસના કર્મચારી છે. જે થેલાની લૂંટ થઈ તે થેલામાં પેઢીના રૂ. 7,61,850 રોકડ હતા. આ મામલે પોલીસ તપાસ ચલાવી આગળની કાર્યવાહી કરી રહી છે.

બીજી તરફ સુત્રોમાંથી માહિતી મળી રહી છે કે દિલધડક લૂંટને અંજામ આપીને નાસી છૂટેલા આરોપીઓ પોલીસના હાથવેંતમાં જ છે. તેઓ કચ્છ બાજુ ભાગી રહ્યા હતા તે વેળાએ તેઓ પોલીસની પકડમાં આવી ગયા હોવાના વાવડ મળી રહ્યા છે. જેની સત્તાવાર જાહેરાત આવતીકાલે પોલીસ દ્વારા કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.

- text

ઘટના સ્થળની તસવીરો

- text