મોરબી : કપીલા હનુમાન ચોકથી આસ્વાદપાન સુધી સીસી રોડનુ કામ શરૂ

- text


વૉર્ડ નં. 6 માં વરસાદના પાણી નિકાલનો વષો જૂનો પ્રશ્ન હલ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર

મોરબી : મોરબી પાલિકાના વૉર્ડ નં. ૬ માં વષો જૂનો વરસાદના પાણી નિકલનો પ્રશ્ન હલ કરવા આ વોર્ડના કપીલા હનુમાન ચોકથી આસ્વાદપાન સુધી સીસી રોડનુ કામ શરૂ કરવામાં આવ્યું છે. વૉર્ડ નં. ૬ માં વષો જૂનો વરસાદના પાણી નિકલનો પ્રશ્ન હલ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

મોરબી નગરપાલિકાના વૉર્ડ નં. ૬ માં વષો જૂની વરસાદના પાણી સમસ્યા છે.તેનો નિકાલ માટે આજે મોરબી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને મોરબી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ સાથે વોડૅ નં. ૬ના મોરબી નગરપાલિકાના સદસ્ય હનિફભાઈ મોવર ભગવાનજી ભાઈ કણઝારીયા તથા મમતાબેન ઠાકર સુરભી ભોજાણી વરદ હસ્તે વોડૅ નં. ૬ માં પાણીના નિકાલ અને કપીલા હનુમાન ચોકથી આસ્વાદપાન સુધી સીસી રોડનું કામ શરૂઆત શરૂ કરવામાં આવ્યું છે. આથી સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.

- text

- text