મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 63 હજારના દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના જોન્શનનગરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂના રૂ. 63 હજારના જથ્થા સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઉપરાંત એક અન્ય શખ્સનું નામ ખુલતાં તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

- text

મોરબી એલસીબીએ આજે લાતી પ્લોટમાં જોન્શનનગર શેરી નં. 7-8ની વચ્ચે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 63 હજારની કિંમતના 168 નોટલ વિદેશી દારૂના જથ્થા સાથે સદામભાઈ અબ્બાસભાઈ કચ્ચા ઉ.વ.28ને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મુસ્તુફા ઓસમાણભાઈ ઘાચી રહે.પંચાસર રોડ, ભરતપરા, મોરબીવાળા મારફત મંગાવેલ હોવાનું ખુલતાં તેની સામે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text