મોરબી- માળિયા હાઇવે ઉપર ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત : એક વિદ્યાર્થીને ઇજા

- text


 

મોરબી : મોરબી- માળિયા હાઇવે ઉપર ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

મોરબી – માળિયા હાઇવે પર સોખડાના પાટિયા પાસે જીજે 03 બિટી 0752 નંબરની બસ રોડ ક્રોસ કરતી હતી. તે વેળાએ જીજે 12 ઝેડ 3041 નંબરના ટ્રકે બસને ટક્કર મારી હતી. આ બસ જેતપરની હોવાનું માલુમ લડે છે. જેમાં 12થી 13 વિદ્યાર્થીઓ હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માતની જાણ થતાં સૂરજબારી ટોલ પ્લાઝાની ટીમે ઘટના સ્થળે જઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

- text